સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર છકડા રીક્ષાને અકસ્માત નડ્યો હતો. ત્યારે આ અકસ્માતની દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને છ લોકોને ઈજાઓ પહોંચી હતી. આ છકડો મજુરી કામ કરતા લોકોને લેવા માટે ઉભો હોય ત્યારે પાછળથી આવી રહેલ પીક અપ ડાલાએ ટક્કર મારી હતી.
તેમજ બનાવ બાદ પીક અપ ડાલાનો ચાલકનાસી છૂટ્યો હતો. આથી તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ પીક અપ ડાલાનો ડ્રાઈવર થોડાક જ સમયમા ઝડપાયો હતો. દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.