સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો શેર કરતા આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં જિલ્લાના સાયલામાંથી સોશિયલ મીડિયાના ફેસબુકમાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર શખ્સ સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
વધુમાં લાયસન્સ નહિ હોવા છતાં સિંગલ બેરલ મઝરલોડ બંદૂક સાથે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરનાર બંનેને ઝડપી પાડ્યા છે. આ મામલે નવાગામના વિક્રમભાઈ બાવળીયા અને રવજીભાઈ બાવળીયાને પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બંને શખ્સો વિરૂધ્ધ ધજાળા પોલીસ મથકે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.