સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા મોટર સાયકલ પ્રકારનાં વાહનો માટે GJ13BK- – ૦૦૦૧ થી ૯૯૯૯ સીરીઝ માટે ઈ – ઓકશન શરૂ કરવામાં આવનાર હોય, તો આ સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબર તેમજ અન્ય નંબર મેળવવા ઈચ્છુક વાહન માલિકોએ તેમના પસંદગીનાં નંબર – દિવસ-૭ માં ONLINE http:// parivahan. gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરાવી – ઓકશનમાં ભાગ લઈ શકાશે.
ઈ – ઓકશન માટે તા.૨૫.૦૩.૨૦૨૫ થી તા. ૦૫.૦૪.૨૦૨૫ સુધીમાં ઓનલાઈન સી.એન.એ.ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.૦૫.૦૪.૨૦૨૫ થી તા.૦૭.૦૪.૨૦૨૫ના રોજ ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે.
ઉલ્લેખનીય છે કે, વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસના અંદરનાં જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. જેની નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે. ત્યારે તા.૨૫ માર્ચથી ૦૫ એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે, તા.૦૫ એપ્રિલથી તા.૦૭ એપ્રિલના રોજ ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.