સુરેન્દ્રનગર ખાતે જિલ્લાકક્ષા યુથ પાર્લામેન્ટ યોજાઈ:વિજેતાઓને કુલ રૂ. ૮૧,૦૦૦ના રોકડ ઈનામો અપાયા

0

 વિજેતા થયેલા ૧ થી ૩ નંબરના સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની મળી તક
સુરેન્દ્રનગર જિલ્લામાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત “જિલ્લાકક્ષા યુથ પાર્લામેન્ટ્નું” આયોજન એમ. પી. શાહ કોમર્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું. 
આ યુથ પાર્લામેન્ટમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષનાં ૩૫ જેટલા યુવક-યુવતીઓ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોએ ભારતીય બંધારણના ૭૫ ગૌરવશાળી વર્ષ, વિકસિત ભારત @ ૨૦૪૭, વન નેશન, વન ઇલેક્શન: વિકસિત ભારત માટે માર્ગ મોકળો વિષય પર પાંચ મિનીટનું વક્તવ્ય આપ્યું હતું. ભાગ લેનાર સ્પર્ધકોમાંથી ૧૦ નંબર આપવામાં આવ્યા હતા.
જેમાંથી પ્રથમ વિજેતા હર્ષ પિતલિયાને રૂ.૨૧,૦૦૦, દ્વિતીય ક્રમાંકે અક્ષયભાઈ પુરાણીને  રૂ.૧૫,૦૦૦ અને તૃતીય ક્રમાંકે મિતલબેન મેટાલીયાને રૂ.૧૦,૦૦૦ તેમજ અન્ય સાત સ્પર્ધકોને રૂ.૫,૦૦૦રૂપિયાનું પ્રોત્સાહક રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું. આમ, કુલ રૂ. ૮૧,૦૦૦ ના રોકડ ઈનામો આપવામાં આવ્યા હતા. વિજેતા થયેલા ૧ થી ૩ નંબરના સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ કાર્યક્રમમાં જિલ્લા યુ
આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ભરતસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન તેમજ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ તકે એમ.પી,શાહ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડો.દિલીપ વજાણી, શ્રી સવા શાળાના એમ.ડી. ડો. હર્ષિદાબેન રાવલ, એમ.પી.શાહ કોમર્સ કોલેજના પ્રોફેસર શ્રી ડો.રમેશ દાવડા સહીત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top