સુરેન્દ્રનગર SOG પોલીસે ટોરસ ગાડીમાંથી મકાઇની આડમાં પોષ ડોડવાની હેરાફેરીના કારસ્તાનને ઝડપ્યું

0
૮૦૦ ગ્રામ કિ.રૂ.૧૧,૬૯,૪૦૦ અન્ય મુદ્દામાલ કુલ કિ.રૂ. ૩૨,૭૪,૪૦૦ પોલીસે જપ્ત કર્યો 
સુરેન્દ્રનગર sog પોલીસેએ મકાઇની આડમાં પોષ ડોડવાની હેરાફેરીના ૮૦૦ ગ્રામ કિ.રૂ. ૧૧,૬૯,૪૦૦, પોષ ડોડાની આડસ માટે રાખેલ મકાઇના દાણાની બોરી નંગ-૪૦૦ કિ.રૂ.૬,૦૦,૦૦૦ તથા ટાટા કંપનીની ગાડી કિં.રૂા. ૧૫,૦૦,૦૦૦, મોબાઇલ નંગ.૦૧ કિં.રૂા.૫,૦૦૦ તથા સાથે મળી કુલ કિં.રૂા.૩૨,૭૪,૪૦૦ નો મુદામાલ રેઇડ દરમ્યાન કબ્જે કરી બજાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ડૉ. ગીરીશ પંડ્યા સાહેબ (IPS) નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગરનાઓએ એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શનના અનુસંધાને પીઆઈ બી.એચ. શીંગરખીયા નાઓને બાતમી મળેલ કે ટાટા કંપનીની ટોરસ ગાડી નંબર RJ 39 GA 2029 વાળીમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે મકાઇની આડમાં પોષ ડોડવાનો જથ્થો હેરફેર કરવના હોય જે આધારે માલવણ ટોલનાકા પાસે રેડ કરી પોષ ડોડવા ૩૮૯ કિલો ૮૦૦ ગ્રામ કિ.રૂ. ૧૧,૬૯,૪૦૦ તથા પોષ ડોડા ની આડસ માટે રાખેલ મકાઇના દાણાની બોરી નંગ-૪૦૦ કિ.રૂ.૬,૦૦,૦૦૦ તથા ટાટા કંપનીની ગાડી કિં.રૂા. ૧૫,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૧ કિં.રૂા.૫,૦૦૦ તથા સાથે મળી કુલ કિં.રૂા.૩૨,૭૪,૪૦૦ નો મુદામાલ રેઇડ દરમ્યાન કબ્જે કરી બજાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં PI બી.એચ.શીંગરખીયા, . PSI એન.એચ ચુડાસમા, PSI એન.એ.રાયમા, ASI અનિરુધ્ધસિંહ મહીપતસિંહ HC અશ્વિનભાઇ ઠારણભાઇ, HC અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ ખેર, PC અનિરૂધ્ધસિંહ ભરતસિંહ ઝાલા, PC રવીરાજભાઇ મેરુભાઇ, PC બળદેવસંગ અમરસંગ ડોડીયા,PC બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ, PC અશ્વિનભાઇ કરશનભાઇ વાઘેલા સહિતના પોલીસ અધિકારી/કર્મચારી રોકાયેલ હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top