ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સ્વૈચ્છિક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

0
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આગામી તારીખ ૯ જાન્યુઆરી ૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૯-૦૦કલાકથી બપોરના ૧-૦૦ કલાક દરમિયાન ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે JJC સેન્ટ્રલ બોર્ડ, જૈન જાગૃતિ ફિઝિયોથેરાપી સેન્ટર, લેડિઝ વિંગ ધ્રાંગધ્રા સહિત સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવા ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 
આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધ્રાંગધ્રા શહેર તથા તાલુકાના તમામ નાગરિકોને સ્વૈચ્છિક રક્તદાન કરવા આયોજન કર્તાએ જાહેર અપીલ કરવામાં આવી છે. રક્તદાન કરનાર તમામ બ્લડ ડોનરને જૈન જાગૃતિ ફિઝિયોથેરાપી સેન્ટર લેડિઝ વિંગ - ધ્રાંગધ્રા તરફથી ભેટ તેમજ પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવશે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે. સલીમ ઘાંચી-ધ્રાંગધ્રા
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top