સુરેન્દ્રનગર-જોરાવરનગર ખાતે આવેલ શ્રી માં શારદા સ્કૂલ ઓફ નસંગ ચાલતા નર્સિંગના ANM / GNM ના અભ્યાસ ક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સ્ટુડન્ટ નર્સિગ એસોસીએશન દ્વારા આયોજીત સ્પોર્ટસ વિક તારીખ : ૨૭-૦૧-૨૦૨૫ થી ૩૧-૦૧-૨૦૨૫ દરમિયાન યોજાયુ હતું. આ યોજાયેલ સ્પોર્ટસ વિકમાં ૧૫૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.આ સ્પોર્ટસ વિકમા ૮૨ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ તથા પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં (૧) જિજ્ઞેશભાઈ રાવલ સર (૨) નરેન્દ્રસિંહ ચૌહાણ આપી અને સ્ટુડન્ટસને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સ્પોર્ટસ વિક્રમાં સ્પર્ધાનું આયોજનમાં (૧) રેમ્પવોક (૨) કબડી (૩) મહેંદી હરીફાઈ (૪) રંગોળી હરીફાઈ (૫) સી ગીગ સ્પર્ધા (૬) લીંબુ ચમચી દોડ (૭) કોથળા દોડ (૮) રીલેરેસ (૯) મ્યુઝીકલ ચેર (૧૦) ખોખો (૧૧) ડીબેટ (૧૨) અંતાક્ષરી (૧૩) નાટક (૧૪) રોલપ્લે સહિત સ્પોર્ટસમા વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા માં શારદા કોલેજના ટ્રસ્ટીઓ જિજ્ઞેશભાઈ રાવલ, નરેન્દ્રસિંહ ચૌહાણ તથા ફેકલ્ટીઓએ મોટીવેશન પુરૂ પાડેલ હતું.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.