સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચુડા પો.સ્ટે.ના કંથારીયા ગામે વંડામા ચાલતા ગંજી પતાના જુગાર પર છાપો મારી જુગાર રમતા ઇસમોને કૂલ રોકડા રૂા.૨,૧૧,૦૦૦ તથા અન્ય મુદામાલ કુલ રૂ.૬,૮૫,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયા (IPS)ની સુચનાથી એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર જે.વાય પણ તથા પેરોલ ફલો સ્કોડ સુરેન્દ્રનગરના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.ઝાલા નાઓએ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ હતું . તે દરમ્યાન એલ.સી.બી.ટીમને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે ચુડા તાલુકાના કંથારીયા ગામે હરપાલસિંહ અનિરૂધ્ધસિંહ રાણાના કબજા ભોગવટાના વંડામા ગંજી પતા વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમતા ઇસમોને રોકડા રૂા.૨,૧૧,૦૦૦ તથા મો.ફોન નંગ-૮ કી.રૂ .૧,૨૪,૦૦૦ તથા આઇ-૨૦ ગાડી-૦૧ કી.રૂ.૨,૦૦,૦૦૦ તથા સ્વીફટ ગાડી -૦૧ કી.રૂ.૧,૫૦,૦૦૦ તથા ગંજી પતાની કેટ નંગ-૨પ કી.રૂ.૦૦/૦૦ તથા પાના નંગ -૩૪ કિ,રૂ,૦૦/-ગણી એમ કુલ રૂા.૬,૮૫,૦૦૦ના મુદામાલ સાથે (૧) હરપાલસિંહ અનિરૂધ્ધસિંહ રાણા રહે-કંથારીયા તા-ચુડા જી-સુરેન્દ્રનગર (૨) અજયસિંહ મહેન્દ્રસિંહ પરમાર રહે.ગામ બરવાળા તા-જી-બોટાદ (3) ભાવિકભાઇ પ્રકાશભાઇ દુદકીયા રહે.ગામ-ટાવર રોડ દરવાજા પાસે બોટાદ તા.બોટાદ જી.સુરેન્દ્રનગર (૪) નારાણભાઇ સુંદરભાઇ કાલીયા રહે.વેજળકા તા.ચુડા જી. સુરેન્દ્રનગર સહિત બે મહીલાઓને પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરીમાં એલ.સી.બી.પોલીસ ઇન્સપેક્ટર જે.જે.જાડેજા તથા એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી.ના પો હેડ કોન્સ.પ્રવિણભાઇ કોલા તથા પોલીસ કોન્સ કુલદીપભાઇ બોરીયા તથા પોલીસ કોન્સ વજાભાઇ સાનીયા તથા પોલીસ કોન્સ કિશનભાઇ ભરવાડ તથા ડ્રા પોલીસ.કોન્સ પ્રધુમનસિંહ ભુપેન્દ્રસિંહ તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ વિજયસિંહ પરમાર તથા વુમન પોલીસ કોન્સ.ભુમીબેન રાઠોડ તથા ડ્રા.એ.એસ.આઈ અનિરૂધ્ધસિંહ ઝાલા તથા ડ્રા પોલીસ હેડ કોન્સ વિક્રમભાઇ બાવળીયા એરીતેની ટીમ રોકાયા હતા.