બાકરથળી ગામની ધાર તરીકે ઓળખાતી સીમમા જાહેરમાં તિનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ કિ.રૂ.૩૩,૫૬૦ના મુદ્દામાલ સાથે જોરાવરનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ડો.ગીરીશ પંડ્યા સાહેબ,નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગર તથા વી.બી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝનની સુચના અન્વયે જોરાવરનગર પોલીસ સર્વેલન્સ સ્ટાફે ગેકાયદેસર પ્રવૃત્તિ અંગે ખોડુ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ સમયે પણ.સી. વિજયસિંહ માલાભાઇ રથવી, અનિલસિંહ નારસંગભાઇ ચૌહાણ સહિતનાને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે, બાકરથળી ગામની ધાર તરીકે ઓળખાતી સીમમાં બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા (૧) ઘનશ્યામભાઇ કાનજીભાઇ કાસોડીયા જાતે પટેલ ઉ.વ.૪૮ રહે.દુધરેજ પટેલ શેરી જી.સુરેન્દ્રનગર (૨) ધનરાજસિંહ હરીસિંહ ઉર્ફે કીરીટસિંહ ઝાલા જાતે દરબાર ઉ.વ.૪૦ રહે.દુધરેજ વડવાળા મંદીર પાસે (૩) રમેશભાઇ રામસંગભાઇ કાલીયા જાતે.ત.કોળી ઉ.વ.૪૫ રહે.દુધરેજ પટેલ શેરી જી.સુરેન્દ્રનગર ત્રણ ઇસમોને રોકડ રૂ.૧૮,૫૬૦ તથા મોબાઇલ ફોન-૩ કિ.રૂ.૧૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૩૩,૫૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ હતી.
આ કામગીરીમા ડી.ડી. ચુડાસમા, પો.સબ ઇન્સ,જોરાવરનગર પોલીસ સ્ટેશન, પો.હેડ.કોન્સ અશોકસિંહ ગુલાબસિંહ પો.કોન્સ વિજયસિંહ માલાભાઇ, પો.કોન્સ અનિલસિંહ નારસંગભાઇ, પો.કોન્સ મીતભાઇ દિલીપભાઇ સહિત પોલીસ સ્ટાફના માણસો રોકાયેલહતા.