સુરેન્દ્રનગરની સી.યુ.શાહ સરકારી પોલીટેકનિક કોલેજની બોયઝ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓના ભાગરૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પ્રિન્સિપાલ કચેરી બહાર રામધૂન સાથે વિરોધ પ્રદર્શન કરતો કાર્યક્રમ યોજ્યો હતો.
વાત કરવામાં આવે તો હોસ્ટેલમાં નિયમિત વીજળી પુરવઠો, સાફ-સફાઈ, સ્વચ્છ પીવાનું પાણી, રમતનું મેદાન સહીત પ્રાથમિક સુવિધાઓના અભાવના ભાગરૂપે એબીવીપીના કાર્યકરોએ આ બાબતે જણાવ્યું કે અગાઉ પણ કોલેજમા મૌખિક રજૂઆત કરાઈ હતી પરંતુ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવાની ફરજ પડી છે.
ત્યારે આ તકે સંગઠને માંગ કરી છે કે હોસ્ટેલમાં ૨૪ કલાક પાણીની સુવિધા, શૌચાલયની નિયમિત સફાઈ, બાથરૂમ સહિત રમત-ગમત માટેના સાધનો અને મેદાનની યોગ્ય જાળવણી સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે તેમ એબીવીપીએ ચેતવણી આપી હતી!