પોલીસે આ દરોડામાં કુલ રૂ. 83,89,075નો મુદ્દામાલ જપ્ત કર્યો
ગાંધીનગર ધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા બાયપાસ પર રામાપીર મંદિર પાસે પોલીસે દરોડા દરમિયાન ૪ આરોપીઓને ૩૦ હજાર કિલો કેમિકલ જપ્ત કર્યો : સાત આરોપીઓ હજુ ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા બાયપાસ પર રામાપીર મંદિર પાસે પોલીસે દરોડા દરમિયાન ૪ આરોપીઓને ૩૦ હજાર કિલો કેમિકલ જપ્ત કર્યો : સાત આરોપીઓ હજુ ફરાર થવામાં સફળ રહ્યા હતા. જ્યારે ઝડપાયેલા આરોપીઓમાં રમેશભાઈ કુરાજી મીણા, રાકેશ હીરાલાલ મીણા, રમેશ મોહનભાઇ મીણા (ત્રણેય ધાંગધ્રા) અને સાવન ધનજીભાઈ રાજગોર (ગાંધીધામ)નો છે. પોલીસે આ દરોડામાં કુલ રૂ. 83,89,075નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં 30,000 કિલો કેમિકલ (રૂ. 33.30 લાખ), બે વાહનો (રૂ. 50 લાખ), 35 બેરલ, 25 કેરબા, મોટર, પાઇપ અને ચાર મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. ત્યારે આ દરોડામાં ફરાર આરોપીઓમાં યુવરાજ કિરીટસિંહ જાડેજા, શૈલેષ પટેલ (બંને ધાંગધ્રાના), રાહુલ, જીવોભાઈ, ચીકુ અને અન્ય બે વ્યક્તિઓ છે. આથી પોલીસે કુલ ૧૧ શખ્સો વિરૂદ્ધમાં ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કર્યો હતો.આ કામગીરીમાં પીએસઆઇ બી.એન.ગોહિલ અને તેમની ટીમે જોડાયેલી હતી. આથી ગુન્હાના આધારે ધાંગધ્રા તાલુકા પોલીસે વધુ તપાસ કરી નાસી છૂટેલા આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.