સામાન્ય/પેટા ચૂંટણી – ૨૦૨૫:સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઝોનલ ઓફીસરશ્રીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેનાં અધિકારો એનાયત કરતુ જાહેરનામુ પ્રસિધ્ધ

0
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત વાતાવરણમાં થાય તે માટે સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારીઓને મદદરૂપ થવા નિમાયેલા ઝોનલ ઓફીસરોને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડો.રાજેન્દ્ર એમ. પટેલ દ્વારા ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટનાં અધિકારો એનાયત કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર, ચૂંટણી પ્રક્રિયા માટે નિયુક્ત કરવામાં આવેલા ઝોનલ અધિકારીશ્રીઓને જે વિસ્તાર અને નિશ્ચિત સમયગાળા માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધીના સમયગાળા માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૫ મુજબ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે કલમ-૪૧ મુજબ મેજિસ્ટ્રેટે પકડવા બાબત, કલમ-૧૦૮ મુજબ પોતાની હાજરીમાં ઝડતી લેવાની મેજિસ્ટ્રેટની સત્તા, કલમ-૧૦૯ થયેલા દસ્તાવેજ વગેરે કબજે લેવાની સત્તા, કલમ-૧૪૮ મુજબ મુલકીદળનો ઉપયોગ કરીને મંડળીઓ વિખેરવા બાબતની સત્તા, કલમ-૧૬૩ મુજબ ત્રાસદાયક બાબત કે નિયમના આદેશના તાકીદના પ્રસંગોમાં હુકમ કરવાની સત્તાના અધિકારો એનાયત ક૨વામાં આવ્યા છે.(માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર)
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top