લીંબડીના રળોલ ગામે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. જેમાં લોકમુખે થતી ચર્ચા મુજબ સૌપ્રથમ ડીઝલ ભરેલી પીકઅપ વાનમાંથી ડીઝલના કેરબા ઉતારતી વખતે આગ લાગી હોવાની આશંકા આશંકા સેવાઈ રહી છે.! આ આગે બાદમાં વિકરાળ બનતા નજીકના મકાનોમાં પ્રસરી હોવાનું જાણવા મળ્યું હતી. જ્યારે આ ઘટનામાં ઘરની બહાર પાર્ક કરેલી કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવમાં એક બાળક, મહિલા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ છે.!
વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના રળોલ ગામની મસ્જિદ નજીક રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યારે આ આગે ભયાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક મહિલા અને એક બાળક લપેટમાં આવી ગયા હતા. જ્યારે કારમાં પણ એક વ્યક્તિ બળીને મોતને ભેટ્યો હતો. આથી આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.જ્યારે આગથી મકાનના અન્ય બે ઘરો પણ લપેટમાં આવી ગયા હતા. ઘર બહાર પાર્ક કરેલી કાર પણ આગમાં બળી થઈ ગઈ છે. કારમાં એક વ્યક્તિ સળગી ગયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.! ત્યારે આ આગમાં ત્રણથી ચાર લોકો ફસાયા હોવાની આશંકા છે.! જેની પુષ્ટિ માટે બચાવ કામગીરી ચાલી હતી.જ્યારે આગ અંગેની જાણ જીલ્લાના લીંબડી, વઢવાણ તેમજ સુરેન્દ્રનગરના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઘટનાને પગલે લીંબડી પોલીસ સહિત પાણશીણા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ આવી પહોંચ્યા હતો. ફાયર ફાઇટર્સ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી અને પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યાં હતાં
.