દસાડાના મેરા ગામના તળાવ પાસેથી હાથ બનાવટની મઝલલોડ બંદુક સાથે એક ઇસમને SOG પોલીસે ઝડપ્યો

0
સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ડૉ.ગીરીશ પંડયા ( IPS) નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં હથિયારધારાના ગુનાઓ તેમજ ગુનાહીત પ્રવૃતી થતી અટકાવવા માટેની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એસ.ઓ.જી સ્ટાફ દસાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. 
તે દરમ્યાન મેરા ગામ આવવાના રસ્તે તળાવ પાસેથી એ.એસ.આઇ અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ ઝાલાની બાતમી આધારે એક ઈસમને ગેરકાયદેસર હથિયાર મજલલોડ બંદુક સાથે મળી આવતા આરોપી દોદલભાઇ સુમારભાઇ સંધી રહે.મેરા તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાની અંગ ઝડતીમાંથી હથિયાર મળી આવેલ જે હથિયાર એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝલલોડ બંદુક નંગ-૧ કી.રૂા.૩૦૦૦ ની મળી આવેલ સદરહુ આરોપી વિરુધ્ધ દસાડા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ 25 (1-B)a મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ કામગીરી પીઆઈ બી.એચ.શીંગરખીયા, પીએસઆઇ એન.એ.રાયમા, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, એચસી અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ ઝાલા, પીસી મહાવીરસિંહ જોરૂભા, પીસી અશ્વિનભાઇ કરશનભાઇ સહિત પોલીસ અધિકારી કર્મચારી રોકાયેલ હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top