શહેરના રતનપર સુધારા પ્લોટ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આથી જોરાવરનગર પોલીસે ફરિયાદ આધારે રતનપર સુધારા પ્લોટ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમા ઉકેલી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા, વાહન સાથે કુલ કી.રૂ.૧,૬૧,૬૦૦નાં મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે વખતે સર્વેલન્સ ટીમને સંયુક્ત ચોક્કસ બાતમી હકીકત આધારે શહેરના રતનપર સર્કીટ હાઉસથી રીવરફ્રન્ટ જતા રોડ ઉપર આવેલ જલ ભવન પાસેથી ત્રણ ઇસમો (૧) જાવેદ ઉર્ફે જાવલો અકબરભાઇ માલાણી જાતે.મુ. માન ઉ.વ.૨૮ રહે.રતનપર રહેમતનગર તા.વઢવાણ (૨) જાવેદ આદમભાઇ કટીયા જાતે મુ.માન ઉ.વ.૨૮ રહે.રતનપર ગાંડાવાડી તા.વઢવાણ (૩) ઇકબાલ ઉર્ફે ડાડો જાનમહંમદભાઇ કટીયા જાતે.મુ.માન ઉ.વ.૩૫ રહે.રતનપર ગાંડાવાડી તા.વઢવાણ વાળાને રતનપર સુધારા પ્લોટ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીમા ગયેલ (૧) સોનાની કાનમા પહેરવાની બુટ્ટી ઝુમ્મર સાથેની નંગ-૨ (૨) ચાંદીના નાના છોકરાની પગમાં પહેરવાની પાયલ (ઝોઝરી) નંગ-૨ (૩) ચાંદીની હાથમાં પહેરવાની વીટી નંગ-૨ (૪) ચાંદીની પગમાં પહેરવાની કડી નંગ-૨ (૫) ચાંદીના મોટા જાડા છડા નંગ-ર (૬) ચાંદીના નાના સેરવાળા છડા નંગ-૨ જેની કી.રૂ.૮૫૦૦૦ તથા રોકડા રૂપીયા-૧૧૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૪ કી.રૂ.૧૫,૫૦૦ તથા ચોરીના ગુનામાં ઉપયોગ કરેલ સી.એન.જી રીક્ષા નં-GJ-13-AV-2847 કી.રૂ.૫૦,૦૦૦-તથા મો.સા નં-GJ-13-AJ-9042 ક.રૂ.૧૦,૦૦૦ મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરી ગુન્હો ડીટેક્ટ કરી મજકુર ત્રણ ઇસમો વિરૂધ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ હતી.
આ કામગીરીમા ડી.ડી. ચુડાસમા, પો.સબ ઇન્સ, જોરાવરનગર પોલીસ સ્ટેશન, એમ.આર.ગોહીલ પો.સબ.ઇન્સ, પો.હેડ.કોન્સ અશોકસિંહ ગુલાબસિંહ, પો.કોન્સ વિજયસિંહ માલાભાઇ, પો.કોન્સ અનિલસિંહ નારસંગભાઇ સહિતના દ્વારા ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરેલ છે.