સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાની સરકારી માધ્યમિક શાળા દાધોળિયાના માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તેમના વોકેશનલ એજ્યુકેશન (ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર) અભ્યાસક્રમના ભાગરૂપે તા.૩૦ જાન્યુઆરી-૨૦૨૫ના રોજ વિનાયક ઇલેક્ટ્રિકલ તેમજ આઇ.ટી.આઇ. મુળીની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસક્રમની બાબતોની ઔદ્યોગિક ઉપયોગિતા તથા તેમના વિષયમાં ભાવિ કારકિર્દી ઘડવા અંગેનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય પાર્થભાઈ મેહતાના માર્ગદર્શન હેઠળ શાળાના વોકેશનલ ટ્રેનર ગોપાલભાઈ ટીમ્બલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે સરકારી માધ્યમિક શાળા દાધોળિયાના માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ મુલાકાતથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.