સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં કોર્પોરેશન દ્વારા ગેબનશાહ બહાર રોડ પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં દુકાનો બહાર ગે.કા. દબાણમા છાપરા સહિત લારી ગલ્લા પોલીસ તંત્રને સાથે રાખી કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવા આવ્યા હતા.વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો પર લારી ગલ્લા, ઘાસચારના વાડા સહિતના દૂર કરી કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણમા પણ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વઢવાણના ગેબનશાહપીર રોડ વિસ્તારમાં રોડ પરના દબાણ અંદાજે ૧૫૦ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં દુકાનો બહાર ગે.કા. દબાણમા છાપરા સહિત લારી ગલ્લા પોલીસ તંત્રને સાથે રાખી કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવા આવ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.