ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોર્પોરેશન કમિશ્નર - ડેપ્યુટી કમિશનર શુભેચ્છા મુલાકાત

0
ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજરોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશ્નર નવનાથ ગવ્હાણે અને ડેપ્યુટી કમિશનર અર્જુનભાઈ ચાવડા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ હતી. 
આ શુભેચ્છા મુલાકાતમાં ઝાલાવડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરના વિવિધ પ્રશ્નો બાબતે ઉપર સૂચનો કરવામાં આવેલ અને ભવિષ્યમાં પણ જ્યાં પણ જરૂર પડે ત્યાં ફેડરેશનની ટીમ દ્વારા શહેરના પ્રશ્નોના નિરાકરણ બાબતે પૂર્ણ સહયોગની ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ નરેશભાઈ કેલા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ZFTI મહિલા વિંગના પ્રેસિડેન્ટ શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા, ફેડરેશનના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ રાવલ, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ સંઘવી અન્ય પદાધિકારીશ્રી જામભા ઝાલા, શ્રી પ્રકાશભાઈ રામાણી, ડો. નિહાર ગેડીયા, સુશીલભાઈ શાહ, શ્રી હમીરસિંહ પરમાર ડો. અક્ષય રાવલ, શ્રી અશ્વિનભાઈ પારેખ, શ્રી સંજયભાઈ પાટડિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top