સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા કક્ષાનું આધુનિક સુવીધાઓ થી સજ્જ અંદાજે 7,77,77,207- નાં ખર્ચે બનનાર મોડેલ ફાયર સ્ટેશન” નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ તકે નાયબ મુખ્ય દંડક ગુજરાત સરકાર ધારાસભ્ય વઢવાણ વિધાનસભા જગદીશભાઈ મકવાણા વરદ્દહસ્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ ગાર્ડન સામે જિલ્લા કક્ષાનાં આધુનિક સુવીધાઓ થી સજ્જ “મોડેલ ફાયર સ્ટેશન” નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ યોજાયેલ ખાતમુહૂર્ત સમારોહ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક, ગુજરાત સરકાર જગદીશ મકવાણાએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થયા નાગરીકોને આધુનિક સુવિધાને સાથે સગવડતા પણ મળશે તેનીસાથે પ્રજાસત્તાક પર્વની શહેરીજનોને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં કાર્યક્રમમા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશનર નવનાથ ગવ્હાણે IAS , પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા તેમજ હોદ્દેદારો પદાધિકારીઓ ઉપસ્થત રહ્યા હતા.