કરશનગઢ પ્રાથમિક શાળામાં ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલી દીકરી તનીશાબેન મુકેશભાઈ થરેશા દ્વારા ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળામાં વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા શાળામાં બાળકોને પ્રોત્સાહનરૂપે ૧૫,૫૦૦ નો ફાળો આપવામાં આવ્યો હતો. તેમજ વાસુભાઈ લખમણભાઇ ધંધાણીયા દ્વારા 12 નંગ આર્મી ડ્રેસ નું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ડૉ. સુરેજાભાઈ તરફથી પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ૨૦૦ રૂપિયા ઈનામ તરીકે તેમજ બાલવાટિકા, ધોરણ ૧ થી ૮ ના બાળકોને રોકડ ઈનામ અને ભાણજીભાઈ સંધાભાઈ કડીવાર તરફથી ૨૧૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.