લખતરની એ.વી.ઓઝા સંસ્કાર વિધાલય ખાતે ખેલ મહાકુંભનુ આયોજન કરાયું

0
લખતર ખાતે આવેલ શ્રી એ.વી.ઓઝા સંસ્કાર વિધાલય ખાતે ખેલ મહાકુંભનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં પ્રથમ દીવસે બહેનો અંડર - ૧૪ અંડર -૧૭ અને ઓપન બહેનોની ખો ખો ની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.ઓળક માધ્યમિક શાળાના આચાર્ય દ્વારા ટોસ ઉછાળી સ્પર્ધાની શરૂઆત કરાઇ હતી.સ્પર્ધામાં અંડર ૧૪ મા ૧૨૦ બહેનો,અંડર ૧૭ મા ૯૬ બહેનો અને ઓપનમાં ૪૮ બહેનો એમ કુલ ૨૬૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.સ્પર્ધામાં પ્રથમ નંબરે અંડર ૧૪ મા એ.વી.ઓઝા સંસ્કાર વિધાલય અને દ્વિતીય નંબરે આદર્શ શાળા તેમજ અંડર ૧૭ બહેનોમાં પ્રથમ નંબરે એ.વી.ઓઝા સંસ્કાર વિદ્યાલય અને દ્વિતીય નંબરે એ.વી.ઓઝા હાઇસ્કુલ જ્યારે ઓપન વિભાગમા પ્રથમ નંબરે વીરાંગના ટીમ લખતર અને દ્વિતીય નંબરે ભાવગુરૂ વિધાલય વિજેતા થયેલ હતા.સમગ્ર સ્પર્ધાનું સફળ સંચાલન તાલુકા કન્વિનર જયાબેન પટેલે કર્યું હતું.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top