ગુજરાતમા પોલીસ,એસઆરપી જેમ હોમગાર્ડ તથા જીઆરડી જવાનોને પણ સમયે સમયે યોગ્ય તાલીમ આપવામાં આવતી હોય છે.ત્યારે સુરેન્દ્રનગરનાં લખતર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગ્રામ રક્ષક દળનો રીફ્રેસર કેમ્પ યોજાયો હતો.જેમા ગ્રામ રક્ષક દળના જવાનોને વિવિધ તાલીમ આપવામાં આવી હતી.લખતર પોલીસ સ્ટેશનના જીઆરડી જમાદાર મનોજભાઇ ઉણેચાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કેમ્પ યોજાયો હતો જેમાં મનોજભાઇ દ્વારા જીઆરડી જવાનોને વિવિધ તાલીમ આપવામાં આવી હતી.યોજાયેલ કેમ્પમા ૩૩ જીઆરડી જવાનો જોડાયા હતા.લખતર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રીફ્રેશર કેમ્પમાં તારીખ ૨ જાન્યુઆરી થી તારીખ ૮ જાન્યુઆરી સુધી જીઆરડી જવાનોને વિવિધ તાલીમ આપવામાં આવશે.યોજાયેલ જીઆરડી કેમ્પમાં જીઆરડી નાં મહીલા તથા પુરુષો જોડાયા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.