સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરેડ જવાહર ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય સ્પોર્ટસ મીટનું જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા ૩ ડિવિઝન જેલ વિભાગ હેડક્વાટર અને બ્રાંચના કુલ ૨૬૨ ખેલાડીએ ભાગ લીધો હતો. ૭ વ્યક્તિગત અને ૭ ટીમ ઇવેન્ટ સહિત ૧૪ રમતોમાં જિલ્લાભરના પોલીસ કર્મચારીઓએ હર્ષભેર ભાગ લીધો હતો. આ ત્રિદિવસીય સ્પોર્ટસ મીટમાં ચાર ઝોનની પોલીસ ટીમ વચ્ચે ૧૪ રમતોમાં ૨૬૨ ખેલાડીએ ભાગ લીધો હતો. જે પૂર્ણ થતા જિલ્લા પોલીસવડાના હસ્તે સન્માન કરાયું હતું.
આ ત્રણ દિવસ દરમિયાન યોજાયેલ રમતો રવિવારના રોજ પૂર્ણ થતા સમાપનમાં વિજેતાઓને (મેડલ) સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એડિશનલ ડીજી ડો.ગિરિશ પંડ્યાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ બેડામાં ટીમ સ્પિરિટ કેળવાય, ખેલભાવના વધે તે માટે આ આયોજન કરાયુ આવા આયોજનથી પોલીસ કર્મચારીઓને સતત કામના ભારણ વચ્ચે તણાવ મુક્ત કરતી રમતો રમવા મળે જેના ભાગરૂપે શારીરિક ક્ષમતા પણ વિકસે આ સ્પોર્ટસ મીટમાં સુરેન્દ્રનગરની ટીમ ક્રિકેટ રમતમાં ચેમ્પિયન બની હતી.