સુરેન્દ્રનગર શહેરમાં આડેધડ વાહન પાર્કિંગ તેમજ પૂરપાટ દોડતા વાહનોના કારણે રાહદારી સહિતના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આથી ટ્રાફિક પોલીસ દ્વારા જુદા જુદા માર્ગો પરથી અંદાજે 20 જેટલા વાહન ડિટેઇન કરીને દંડ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ રાષ્ટ્રીય માર્ગ સલામતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરી બેફામ વાહનો દોડી રહ્યા છે. આથી ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં શહેરના બસ સ્ટેશન રોડ, આંબડેકરચોક, કોલેજ રોડ, રિવરફ્રંટ, પતરાવાળી, હેન્ડલૂમ, જવાહરચોક, ટાંકીચોક, ટાવર ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અંદાજે ૨૦ જેટલા ચાલકોના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આમ ૨૦ ચાલકોને રૂ.૫૦૦ લેખે કુલ રૂ. ૧૦,૦૦૦નો દંડ કરાતા નિયમોનું પાલન ન કરીને વાહનો ચલાવતા ચાલકોમાં દોડધામ મચી હતી.