ખેલ મહાકુંભ:વઢવાણ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભમાં યોજાયો

0
વન વર્લ્ડ અને લાડકીબાય વચ્ચે બે વખત ટાઈ થતાં અંતે રસાક્સીમાં ફરી લાડકીબાય વિજેતા 
વઢવાણ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ તા.૬ જાન્યુઆરીને સોમવારે સુરેન્દ્રનગર જવાહર પોલીસ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. જેમાં અંડર-૧૪ માં વઢવાણ તાલુકાની ૩૨ ટીમોએ ભાગ લીધો હતો. આ તકે પ્રથમ મેચ લાડકીબાય અને રતનપર વચ્ચે રમાયી હતી.
જેમાં લાડકી બાય વિજેતા બની હતી ત્યારે બાદ વન વર્લ્ડ અને લાડકીબાય વચ્ચે બે વખત ટાઈ થતાં અંતે રસાક્સીમાં ફરી લાડકીબાય વિજેતા થઈ હતી. જયારે ફાયનલ મેચમાં બાળા પ્રાથમિક શાળાની દીકરીઓ અંડર-૧૪ માં તાલુકા કક્ષાએ પ્રથમ આવીને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.
જયારે અન્ડર ૧૭માં ૨૦થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ દિવસે ૫૦૦થી વધુ શાળા વિધાર્થીનીઓએ ભાગ લેતા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે આગામી સપ્તાહ સુધી કબડી દોડ કૂદ હરીફાઈ જામશે જેમાં ૫૦૦૦જેટલાં બાલ ખેલાડી પોતાનું કૌવત દાખાડશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top