મુળી તાલુકાના સરલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

0
સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી મુળી ખાતે યોજાયો. સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે અનોખો માહોલ જોવા મળે છે. આ દિવસે આઝાદીની લડતમાં ભાગ લેનારા વીર શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી ધન્યવાદ આપવામાં આવે છે. ઉપરાંત કેટલીક શાળાઓમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે મુળી તાલુકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી..જેમાં સરલા ગામ ના સરપંચ શ્રી રાજુભાઇ મટુડિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું..આ પ્રસંગે સરલા ગામ ની ૧ થી ૧૨ ધોરણના શિક્ષકો,ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે માધ્યમિક શાળા ના આચાર્ય જયેશભાઇ દવે દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્ય વારિસભાઇ, પ્રાથમિક શાળાના આચાર્ય મગનભાઈ, ખુમાણભાઈ,કાવર સાહેબ,સુભાષ સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top