લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે

0
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ટ્રકમાં લઈ જવાતો ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
પોલીસે બોટલ 864 તથા બીયર નંગ-2310 કિંમત સહિત કુલ કિંમત રૂ. 41,42,536ના મુદ્દામાલ કબ્જે કર્યો
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર મહાવીરપુરમ મંદીર પાસેથી ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂની બોટલ 854 અને બીયર નંગ.23110 અને અન્ય મુદામાલ મળી કુલ કિંમત રૂ. 41,42,536ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી ઇસમ વિરુધ્ધમાં નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર જે.વાય.પઠાણે એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી એલ.સી.બી. ટીમને બાતમી હકીકત મળી હતી કે, ટ્રક રજી.નં.RJ-14-GR-7551નો ચાલક ગેરકાયદે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરી હાલ અમદાવાદથી રાજકોટ તરફ પસાર થનારો છે.આથી હકીકતના અનુસંધાને વોચ ગોઠવીને રેડ કરી આરોપીના કબજા ભોગવટાની ટ્રકમાંથી દારૂનો જથ્થો તથા ટ્રક, મો.ફોન-1, તથા રોકડ સહિત કુલ મળી રૂ. 41,42,536ના મુદામાલ સાથે દોલારામ અમરારામ રૂપરામ ( રહે- ગામ.રૂપોનીયોકી ઢાણી, કાશ્મીર તા.શીવ થાના.શીવ જી.બાડમેર, રાજસ્થાન )ને પકડી પાડી મજકૂર ઇસમ વિરુધ્ધમાં નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં સંડોવાયેલા ટ્રક નંબર RJ-14-GR-7551ના ચાલક આરોપી દોલારામ અમરારામ રૂપરામ (રહે-ગામ.રૂપોનીયોકી ઢાણી, કાશ્મીર તા.શીવ થાના.શીવ જી.બાડમેર,રાજસ્થાન),માલ ભરી આપનારા બલવીરસીગ ઉર્ફે બજરંગ રાજુરામ જાટ (રહે- સાંચોર, રાજસ્થાન),માલ મંગાવનારા મોરબીના અજાણ્યા માણસો અને ટ્રક નંબર RJ-14-GR-7551મા જલંધરથી માલ ભરી લઇ આવનારા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝબડપી પાડવા તજવીજ હાથ ધરી છે.આ કામગીરીમાં સુરેન્દ્રનગર એલ.સી.બી.ના આ દરોડામાં પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર જે.વાય.પઠાણ,પરીક્ષીતસિંહ નરેન્દ્રસિંહ ઝાલા તથા કુલદીપભાઇ બોરીયા તથા વજાભાઇ સાનીયા તથા પેરોલ ફર્લો સ્કોડના મનસુખભાઇ રાજપરા,ભૂપતસિંહ રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ સાથે ઉપસ્થિત હતો.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top