LCBએ 43,920 મુદ્દામાલ કબ્જે કરી...

0
પોલીસે પાટડી સર્કિટ હાઉસ પાછળ જાહેરમાં જુગાર રમતા સાત શખસને પકડ્યા
સુરેન્દ્રનગર એલસીબી ટીમે આ સાત શાખશોને રોકડા રૂ. 23,420 અને પાંચ મોબાઈલ મળી કુલ રૂ. 43,920 સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ઘરી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સર્કીટ હાઉસ પાછળ એલસીબી ટીમે જાહેરમાં જુગાર રમતા સાત શાખશોને રોકડા રૂ. 23,420 અને પાંચ મોબાઈલ મળી કુલ રૂ. 43,920 સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર એલ.સી.બી. ટીમ દ્વારા બાતમીના આધારે પાટડી ટાઉન વિસ્તારમાં આવેલા સર્કીટ હાઉસ પાછળના વિસ્તારમાં જાહેરમા બાવળના ઝાડ નીચે ગંજીપાનાના પાના વડે તીનપતિનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા કુલ સાત શખશોને રોકડા રૂ. 23,420 તથા મોબાઇલ નંગ-5 કિંમત રૂ. 20,500 મળી કુલ રૂ. 43,920 સાથે ઝબ્બે કરી પાટડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ જુગારની રેડમાં પકડાયેલા આરોપીઓમાં અયુબખાન અનવરખાન મલેક ( રહે-અખીયાણા ), સૈયદ સલીમભાઇ ધવલભાઈ ( રહે-પાટડી ), દશરથભાઈ કાન્તીભાઈ ઝીઝુવાડીયા ( રહે-પાટડી ), લક્ષ્મણભાઇ જીવાભાઇ ઠાકોર ( રહે-પાટડી ), સુરેશભાઇ મહાદેવભાઈ રાઠોડ ( રહે-પાટડી ), ડુંગરભાઇ મધાભાઈ ચાવડા ( રહે-બામણવા ) અને સુરેશભાઇ રતીલાલ રાઠોડ ( રહે-પાટડી )ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર એલસીબીના આ દરોડામાં પીઆઇ જે. જે. જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, પરીક્ષીતસિંહ ઝાલા તથા પેરોલ ફર્લો સ્કોડના દશરથભાઈ ઘાંઘર સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top