ગામના છોકરાઓને રનિંગની પ્રેક્ટિસ કરાવા બાબતે કાકાના સગીર વયના પુત્ર સાથે બોલાચાલીમાં ઘરમાંથી ચાકુ લઇ પોતાના ભાઈ અને મોટા બાપુ ઉપર ચાકુ વડે હુમલો કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચના પુત્રની ઘાતકી હત્યાની ઘટના બની હતી. સામાન્ય રનિંગ બાબતે સરપંચના પુત્રને તેના જ કાકાના સગીર વયના પિતરાઇ ભાઇ સાથે બોલાચાલી બાદ સરપંચ અને તેમનો પુત્ર સગીરને સમજાવવા માટે તેના ઘરે ગયા હતા. ત્યારે સગીર ઉશ્કેરાય જઈ પિતા-પુત્રને ચપ્પાના ઘા મારતા સારવાર દરમિયાન સરપંચના પુત્રનું મોત નિપજ્યું હતુ જ્યારે સરપંચની હાલત ગંભીર છે. ત્યારે આ અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામમાં સરપંચ કરમશી ઝીણાભાઈ કાલિયાનો પુત્ર આદર્શ ૧૩ વર્ષીય વાળો ગામના છોકરાઓને રનિંગની પ્રેક્ટિસ કરાવતો હતો. જ્યાં તેના કાકાના સગીર વયના પુત્ર સાથે બોલાચાલી થઇ હતી. જેથી નટવરગઢ ગામમા સરપંચ કરમશીભાઈ કાલિયા અને તેમનો પુત્ર આદર્શ કાલિયા સાથે ભત્રીજાને સમજાવવા તેના ઘરે ગયા હતા પરંતુ સામાન્ય બોલાચાલી બાદ મામલો બગડ્યો હતો અને ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ દરમિયાન સગીર ઉશ્કેરાય જઈ ઘરમાંથી ચાકુ લઇ પોતાના ભાઈ અને મોટા બાપુ ઉપર ચાકુ વડે હુમલો કર્યો હતો.
આ હુમલાના બનાવમાં પિતા-પુત્રને ચપ્પાના ઘા મારતાં બંને ઘાયલોને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ પ્રાથમિક સારવાર આપી આદર્શને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત ન નિવડતા સરપંચ કરમશીભાઈના પુત્ર આદર્શનું મૃત્યુ થયું હતું. જ્યારે બનાવમા સરપંચ કરમશીભાઈ હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. જ્યારે આ બનાવમાં કુલ ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ છે. આ અંગે ગામના સરપંચ કરમશીભાઈ ઝીણાભાઈ કાલિયાએ ફરિયાદ લીંબડી પોલીસમાં દાખલ કરતા પોલીસે ફરાર સગીર વયના આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.