લીંબડી-રાજકોટ હાઈવે પર

0
બે કાર વચ્ચે ટક્કરાતા છ મહિલાઓને ઈજાઓ : સારવાર માટે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં લીંબડીના પાણશીણાથી બાવળા કંપનીમાં કામે જતી મહિલાઓને દેવપરા નજીક અકસ્માત નડ્યો હતો. દેવપરા નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન દ્વારા લીંબડીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ અકસ્માતના બનાવની જાણ થતા લીંબડી પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લીંબડીના પાણશીણાથી બાવળા કંપનીમાં કામે જતી મહિલાઓને દેવપરા નજીક અકસ્માત નડ્યો હતો. દેવપરા નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન દ્વારા લીંબડીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ અકસ્માતના બનાવના છ મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડી આર.આર.હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અકસ્માતના બનાવની જાણ થતા લીંબડી પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.







Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top