સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ના વિદ્યાર્થીઓએ તારીખ 31 ડિસેમ્બર 2024 ના રોજ ભુજ ખાતે આવેલી રિઝનલસાયન્સ સેન્ટર ની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. ડોક્ટર હોમી ભાભા લોક વિજ્ઞાન કેન્દ્ર સુરેન્દ્રનગર ના સહયોગથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જ્ઞાન વિકસે એ આશાએ થી શાળાના બાળકોને ફ્રી પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જેનો લાભ શાળાના 47 વિદ્યાર્થીઓએ લીધો હતો. આ સેન્ટરની મુલાકાત દરમિયાન નૉનો ટેકનોલોજી, રોબોટિક સાયન્સ, ઊર્જા, બોન્સાઇ કલા વિજ્ઞાન, સબમરીન ટેકનોલોજી જેવા વિભાગોનો પરિચય મેળવ્યો હતો. આ શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા માટે શાળાના શિક્ષિકા હેતલબેન સોલંકી, શિક્ષક શ્રી સતિષભાઈ મટુડિયા, પલકભાઈ, સતિષભાઈ કોશિયા તથા આચાર્ય વારિસભાઈ ભટ્ટા દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી.