સમિટમાં દરમ્યાન રાત્રે ગઝલ, મ્યુઝીકલ નાઈટ,
સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તા. ૨૭ થી ૨૯ ડિસેમ્બર દરમિયાન સુરેન્દ્રનગરની એમ.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ષ્પોનું આયોજન કરાયું છે. ત્યારે આ તકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સવારે ૧૦ વાગ્યે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ખુલ્લું મુકવામાં આવનાર છે. ત્યારે આ એક્ષ્પોમાં સુરેન્દ્રનગર જિલ્લાને નાના તેમજ મધ્યમ ઉદ્યોગો સહિત રાજ્ય અને દેશની પ્રખ્યાત અંદાજે ૨૦૦થી વધુ કંપનીઓ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝમા ભાગ લેનાર છે.
ત્યારે જિલ્લાના નાના ઉદ્યોગકારો તેમની પ્રોડક્ટના વેચાણ અર્થે રાજ્ય, દેશવ્યાપી પ્લેટફોર્મ મળી રહેશે. આ યોજાનાર સમિટમાં યુવા ઉધોગકારોને પ્રોત્સાહન મળે માટે યુથ મિટીંગ સહીતના વિવિધ કાર્યક્રમનું યોજાનાર છે. આ સમિટમાં દરમ્યાન રાત્રે ગઝલ, મ્યુઝીકલ નાઈટ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ટીમના આયોજક નરેશભાઈ કૈલા, કિશોરસિંહ ઝાલા સહિતનાઓ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.