એલસીબી પોલીસે પાટડીના ગોરીયાવાડની સીમમાં જુગાર રમતા ઇસમોને રૂ.૧.૭૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

0


પાટડી પો.સ્ટે.ના ગોરીયાવાડ ગામની વાટા તરીકે ઓળખાતી સીમ માંથી જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા ઇસમોને રોકડ રૂ.૨૫,૪૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૧,૭૦,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગરે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.ગીરીશ પંડયા સાહેબ (IPS) નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી/જુગારના વધુમા વધુ કેશો શોધી કાઢી, આવી બદીને નાબુદ કરવા સારૂ અસરકારક કામગીરી કરવાના ઉદ્દેશથી એલ.સી.બી. પોલીસ ઇન્સ. જે.જે.જાડેજા નાઓને સુચના આપેલ. જેના ભાગરૂપે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા પો.સબ.ઇન્સ. જે.વાય.પઠાણનાઓ દ્વારા એલ.સી.બી.પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાસ એકશન પ્લાન હેઠળ જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત આધારે ગોરીયાવાડ ગામની વાટા તરીકે ઓળખાતી સીમ માંથી જાહેરમાં ગંજીપાનાના પાના વડે તીનપતિનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રમતા ઇસમો પાસેથી રોકડા રૂ.૨૫,૪૦૦, મોબાઇલ નંગ.૭ કી રૂ.૩૫૦૦૦ તથા મો.સા નંગ.૩ જેની કી રૂ.૧,૧૦,૦૦૦ તથા ગંજી પાનાના પાના નંગ-પર કિ.રૂ.૦૦ એમ કુલ મુદામાલ કી રૂ.૧,૭૦,૪૦૦ સાથે આરોપી નં.૧ થી ૩ પકડાયેલ ગયેલ તેમજ આરોપી નં.૪ થી ૭ નહી પકડાઇ ગુનો કરેલ હોય જે અંગે પાટડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુન્હો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ હતી.


ત્યારે પકડાયેલ ઇસમો (૧) રોહીતકુમાર હંશરાજભાઇ પરમાર રહે.પાટડી અંબીકાનગર સોસાયટી તા.પટડી.જી.સુરેન્દ્રનગર (૨) શકંરભાઇ બબાભાઇ પરમાર રહે.ગોરીયાવાડ તા.પાટડી જી.સુરેન્દ્રનગર (૩) શંકરભાઇ વણાભાઇ કલોત્રા રહે.કલાડા દરવાજા પાટડી તા.પાટ ડી જી.સુરેન્દ્રનગર જ્યારે આ બનાવમાં નાશી ગયેલ આરોપીઓમાં (૪) અશોકભાઇ વેરશીભાઇ ઠાકોર રહે.પાટડી (૫) સંજયભાઇ ઉફે કીરણ જગાજી ઠાકોર રહે.પાટડી.(૬) હરીભાઇ ગોવાભાઇ પરમાર રહે.ગોરીયાવાડ (૭) રવિ ઠાકોર રહે.પાટડી તા.પટડી.જી.સુરેન્દ્રનગરના ઝડપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સપેકટર જે.જે.જાડેજા તથા પો.સબ.ઇન્સ. જે.વાય.પઠાણ તથા સ્ટાફના પો.હેડ.કોન્સ. પરીક્ષીતસિંહ એન. ઝાલા તથા પો.કોન્સ.યશપાલસિંહ રાઠોડ તથા પો.કોન્સ.પ્રતાપસિંહ રાઠોડ એ રીતેની ટીમ દ્વારા જુગારધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં આવેલ હતો.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top