યુવા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓની વિગતવાર માહિતી તથા ફોર્મ કચેરીના બ્લોગ https:dydosnr.blogspot.com પરથી મેળવી શકાશે:સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારે ૧૦ ઓગસ્ટ સુધીમાં સ્પર્ધા માટેનું ફોર્મ તાલુકા કન્વીનરશ્રીને પહોંચાડવાનું રહેશે
સુરેન્દ્રનગર,
જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત યુવા ઉત્સવનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક, યુવતીઓ માટે યુવા ઉત્સવ અંતર્ગત કુલ ૩૩ સ્પર્ધાઓ ઉપરાંત આ વર્ષે નવી ઉમેરવામાં આવેલી કુલ સાત વધારાની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ગુજરાતના સ્પર્ધકો/કલાકારો ભાગ લઈ શકે તે માટે પ્રથમ તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા ત્યારબાદ પ્રદેશકક્ષાએ સ્પર્ધા યોજાશે. પ્રદેશકક્ષાના વિજેતાઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઈરછુક સુરેન્દ્રનગર જિલ્લાના સ્પર્ધકો/શાળા/સંસ્થા/કલાકારોએ તા.૧૦/૦૮/૨૦૨૪ સુધીમાં જે તે તાલુકાના નીચે જણાવેલા કન્વીનરશ્રીને આવેદન કરવાનું રહેશે. યુવા ઉત્સવની વિવિધ સ્પર્ધાની વિગતવાર માહિતી તથા ફોર્મ કચેરીના બ્લોગ https:dydosnr.blogspot.com પરથી પણ મેળવી શકાશે. આ ઉપરાંત સ્પર્ધા બાબતે વધુ માહિતી મેળવવા માટે તાલુકા કન્વીનરશ્રી અથવા જિલ્લા રમત ગમત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. સમય મર્યાદા બાદ આવેલા ફોર્મ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
સ્પર્ધાઓ માટે તાલુકા પ્રમાણે કન્વીનરશ્રીના નામ તથા નંબર આ પ્રમાણે છે. વઢવાણ તાલુકા માટે બી.ડી.ઝાલા મો.નંબર: ૯૪૨૭૬ ૬૫૨૮૮, લીંબડી તાલુકા માટે એમ.ડી.જોગારણા મો.નંબર: ૯૭૨૩૭ ૪૧૩૦૩, ધ્રાંગધ્રા તાલુકા માટે આર.એન.ઉપાધ્યાય મો.નંબર: ૯૯૭૮૨ ૮૯૯૭૯, થાન તાલુકા માટે જે.એ.સોલંકી મો.નંબર: ૯૯૨૫૪ ૯૦૦૬૭, ચોટીલા તાલુકા માટે એમ.જી.ચૌહાણ મો.નંબર: ૯૮૨૪૧ ૨૯૯૦૭, લખતર તાલુકા માટે જે.જે.પટેલ મો.નંબર: ૯૮૭૯૬ ૯૬૪૬૮, મુળી તાલુકા માટે કે.જે.કુણપરા મો.નંબર: ૯૪૨૮૯ ૧૫૭૮૭, ચુડા તાલુકા માટે જે.એન.પરમાર મો.નંબર: ૯૯૨૪૮ ૩૧૯૦૧, સાયલા તાલુકા માટે સી.કે.વ્યાસ મો.નંબર: ૯૮૨૫૭ ૫૫૩૦૭, પાટડી તાલુકા માટે બી.ડી.સોલંકી મો.નંબર: ૮૩૨૦૭ ૪૭૧૮૮નો સંપર્ક કરવાનો રહેશે એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.