ચોટીલા તાલુકામાં વિકાસ યાત્રા રથનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું

0

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથો ગામે ગામ ભ્રમણ કરી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે, જે અન્વયે ચોટીલા તાલુકાના નાના પાળીયાદ જશાપર અને લખચોકીયા ગામમાં પહોંચતા જ બાળાઓએ કુમકુમ તિલક કરી ઉત્સાહપૂર્વક રથનું સ્વાગત કર્યું હતું. જ્યાં કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું. ઉપરાંત આંગણવાડી વિભાગ દ્વારા લાભાર્થીઓને THR કિટનું વિતરણ પણ કરાયુ હતુ. આ કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ પોતાને મળેલ લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા તેમજ આરોગ્ય ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમો તથા બાળકોએ ધરતી કહે પુકાર કે નાટક સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top