હળવદમાં વીજ સલામતી દિવસની ઉજવણી ધો. 6 થી 8 ના 100 વિદ્યાર્થીએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો

0

શાળા નં.4 ખાતે વીજ સલામતી દિવસની ઉજવણી કરાઈ

હળવદમાં તા. 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ તેમજ હાલમાં ઉર્જા સંરક્ષણ અને વીજ સલામતી અંતર્ગત પખવાડિયાની ઉજવણી ચાલતી હોય શાળા નંબર-4 હળવદ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ઉર્જા બચાવો અને વીજ સલામતી વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં ધો.6 થી 8 ના કુલ100થી વધુ વિદ્યાર્થીએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં પીજીવીસીએલ હળવદની કચેરીમાંથી કાર્યપાલક ઇજનેર બરંડા, નાયબ કાર્યપાલક ઇજનેરી ચૌધરી, હડિયલ પટેલ, શાળાના આચાર્ય રાજેશભાઈ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ ઉર્જા બચાવો વિષય ઉપર બરંડા દ્વારા વક્તવ્ય આપી ઉર્જા બચાવવા અને વીજ સલામતી માટેના પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધાના અંતે ચિત્ર સ્પર્ધામાં સાયના ભીલ પ્રથમ, દેવાંશી નાકરાણી દ્વિતીય, તૃતીય દિયા ઝાલરીયા અને નિબંદ લેખનમાં ઉમા તારબુંદિયા પ્રથમ, ધ્રુવી મકવાણા બીજો, જાનવી કણઝરિયા તૃતીય નંબર મેળવ્યો હતો. આ સ્પર્ધામાં તમામ વિજેતાઓને પીજીવીસીએલ કચેરી હળવદ દ્વારા ઇનામ - પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top