પાટડીના દેગામના યુવાનનું હાર્ટ એટેકથી મોત : ગ્રામજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું

0
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના દેગામ ગામે રહેતા પંકજકુમાર કનૈયાલાલ રામાનુજને વહેલી સવારે છ વાગ્યે રામજી મંદિરમાં આરતી કર્યા બાદ ઘેર આવ્યા હતા. ત્યારબાદ એમને છાતીમાં અસહ્ય દુઃખાવો ઉપાડતા પરિવારજનો દ્વારા તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પંકજકુમાર કનૈયાલાલ રામાનુજનું મોત નીપજતા પરિવારજનોમાં અને દેગામ ગ્રામજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.
પંકજકુમાર કનૈયાલાલ રામાનુજના પરિવારમાં તેઓ અને એમના માતા એમ બેજ વ્યક્તિ હતા. પંકજભાઈના નાના ભાઈનું પણ બે વર્ષ અગાઉ કોરોના કાળમાં દુઃખદ અવસાન થયું હતું. ત્યારબાદ પંકજભાઈ એકમાત્ર એમની માતાનો સહારો હતા. જે પણ અકાળે છીનવાઈ જતા એમના માતા નિરાધાર થતાં પરિવાર પર આભ તૂટી પડ્યા જેવો આઘાત લાગ્યો હતો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top