સગીરા સાથે દુષ્કર્મ કરનારને સાત વર્ષની સજા ફટકારાઈ

0

 

સુરેન્દ્રનગરમાંથી 23-10-2017ના રોજ મૂળ વઢવાણ રહેતી 17 વર્ષીય સગીરાને વઢવાણના ખારવા રોડ પર રહેતો હરીભાઇ ઉર્ફે અપ્પો ઉર્ફે ચોટી ભાગાડી ગયો તો. સગીરાને લગ્નનો વાયદો કરીને આરોપીએ શરીર સબંધ બાંધ્યા હતા. ત્યારબાદ ગોંડલ લઇ જઇ ફરી સંબંધ બાંધવાની સગીરાએ ના પાડતા ભાઇ અને તેને મારી નાંખવાની ધમકી આપી શરીર સંબંધ બાંધ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આથી આરોપી હરીભાઇને ઝડપી પડાયો હતો.
સુરેન્દ્રનગર સ્પેશિયલ જજ પોકસો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ એમ.પી. સભાણીએ દલીલ કરી કે આ પ્રકારના ગુનામાં સખતમાં સખત સજા થવી જોઇએ. સ્પેશિયલ જજ આરતીબેન દેસાઇએ આરોપી હરીભાઇને 7 વર્ષની કેદ, 5 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ 5 માસની સજાનો હુકમ તથા પીડીતાને 25 હજાર વળતરનો હુકમ કરાયો હતો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top