વઢવાણ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી વિકસીત ભારત સંકલ્પ યાત્રા જિલ્લાના ગામોમાં ફરી રહી છે. જે વઢવાણ તાલુકામાં પહોંચતા ખોડુ ગામે સ્વાગત કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ સાથે દરેક પરિવારને વિકસિત, પ્રગતિશીલ બનાવવામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણા આંગણે આવી છે. સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
જેના થકી ગરીબ અને છેવાડાના માનવીઓના જીવન ધોરણમાં સુધાર આવ્યો છે.ત્યારબાદ વડાપ્રધાનનો રેકોર્ડ કરેલ સંદેશ, વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા વીડિયો, મેરી કહાની મેરી ઝુબાની, સાંસ્કૃતિક કાર્યક્રમ, ધરતી કહે પુકાર કે સ્વચ્છતા ગીત જેવા ગીતોના ગાયન, ગ્રામ પંચાયતની સિદ્ધિઓ લેન્ડ રેકોર્ડનું 100 ડિજિટલાઈઝેશન, સોઈલ હેલ્થ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિતની યોજના અંતર્ગત લાભોનો વિતરણ કરાયા હતા.જિલ્લા પંચાયત સદસ્ય અમથુભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, તાલુકા કારોબારી ચેરમેન એમ.એમ. રાણા, સરપંચ સિદ્ધરાજસિંહ, તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન સહિત અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.