આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 'મેરી કહાની, મેરી જુબાની' અંતર્ગત લાભાર્થીઓને પોતાને મળેલ યોજનાઓના લાભ વિશેની વાત કરી હતી. લોકોએ વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી ફિલ્મને રસપૂર્વક નિહાળી હતી તેમજ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી. નોંધનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કેમ્પનો 100 થી વધુ લોકોએ કાર્યક્રમ સ્થળે જ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં અગ્રણીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.