લખતર તાલુકાનાં વણા ગામે ગામનાં સરપંચ ધ્રુવરાજસિંહ રાણાની આગેવાનીવાળી ગ્રામપંચાયત દ્વારા ગામનાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં હનુમાનજીનાં મંદિર પાસેથી વણાથી ઘણાદ તરફ જતા રસ્તે આશરે 4.30 લાખનાં ખર્ચે નાળું બનાવવામાં આવ્યું છે. તો દલિત વાસની વિવિધ શેરીઓથી બસ સ્ટેન્ડ તરફ અંદાજે 5 લાખનાં ખર્ચે પેવર બ્લોક નાંખવામાં આવ્યા છે. ત્યારે આ કામોનાં લોકાર્પણ તા.14-12-23ને ગુરુવારના રોજ ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઇ પટેલ, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી એ.વી.પારઘી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વણા ખાતે નવી બની રહેલી પ્રાથમિક શાળાની આધાર શીલા પણ ધારાસભ્યના હસ્તે રાખવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગામનાં સરપંચ ધ્રુવરાજસિંહ રાણાની રાહબરીમાં યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
નવી શાળાની આધારશિલા રાખવામાં આવી:વણા ગામે નાળુ, પેવર બ્લોક સહિત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ
December 15, 2023
0
લખતર તાલુકાનાં વણા ગામે ગામનાં સરપંચ ધ્રુવરાજસિંહ રાણાની આગેવાનીવાળી ગ્રામપંચાયત દ્વારા ગામનાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં હનુમાનજીનાં મંદિર પાસેથી વણાથી ઘણાદ તરફ જતા રસ્તે આશરે 4.30 લાખનાં ખર્ચે નાળું બનાવવામાં આવ્યું છે. તો દલિત વાસની વિવિધ શેરીઓથી બસ સ્ટેન્ડ તરફ અંદાજે 5 લાખનાં ખર્ચે પેવર બ્લોક નાંખવામાં આવ્યા છે. ત્યારે આ કામોનાં લોકાર્પણ તા.14-12-23ને ગુરુવારના રોજ ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઇ પટેલ, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી એ.વી.પારઘી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વણા ખાતે નવી બની રહેલી પ્રાથમિક શાળાની આધાર શીલા પણ ધારાસભ્યના હસ્તે રાખવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગામનાં સરપંચ ધ્રુવરાજસિંહ રાણાની રાહબરીમાં યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
Share to other apps