પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સતત વિકાસ અને સ્વચ્છ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવાના હેતુથી દિલ્હી સરકારની પહેલના ભાગ રૂપે ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પહેલ સ્વચ્છ અને હરિયાળી દિલ્હીના નિર્માણમાં ફાળો આપશે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ પગલું દિલ્હીના લોકો માટે 'જીવનની સરળતા'માં પણ સુધારો કરશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"સ્વચ્છ અને હરિયાળી દિલ્હીનું નિર્માણ!
સતત વિકાસ અને સ્વચ્છ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવાના હેતુથી દિલ્હી સરકારની પહેલના ભાગ રૂપે ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી. વધુમાં, આ દિલ્હીના લોકો માટે 'જીવનની સરળતા'માં પણ સુધારો કરશે."
( by PIB Ahmedabad)