જીલ્લામાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો: થાનગઢના ખાખરાથળમાંથી સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ રૂા.૨૩ હજારથી વધુનો દવાઓનો જથ્થો જપ્ત

0
નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગિરીશ પંડયા (IPS) દ્વારા આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શનના આધારે, સુરેન્દ્રનગર SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ટીમે મોટી કાર્યવાહી કરી છે. SOG સ્ટાફના PC મુન્નાભાઈ નાનજીભાઈ રાઠોડને બાતમી મળી હતી કે, થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામે મેહુલભાઈ દેવરાજભાઈ પઢેરીયા નામનો વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં કોઈપણ જાતની ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરી રહ્યો છે અને માનવ આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે.
આ બાતમીના આધારે, SOG સુરેન્દ્રનગર સ્ટાફે થાનગઢ અર્બન P.H.C. ના મેડિકલ ઓફિસરશ્રી ડો. જયદીપભાઈ એચ. પરમારને સાથે રાખીને ખાખરાથળ ગામે મેહુલભાઈ દેવરાજભાઈ પઢેરીયા (ઉં.વ. ૩૫, ધંધો: મેડિકલ પ્રેક્ટિસ, રહે. સમઢીયાળા, તા. ચુડા, જી. સુરેન્દ્રનગર, હાલ રહે. ખાખરાથળ, તા. થાનગઢ) ના ઘરે રેઇડ પાડી હતી. આથી એસઓજી પોલીસે રેઇડ દરમિયાન આરોપી મેહુલભાઈ દેવરાજભાઈ પઢેરીયાના કબજામાંથી અલગ-અલગ કંપનીઓની એલોપેથી દવાઓનો કુલ રૂા.૨૩,૬૩૬.૩૫ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ-૩૦ મુજબ ગુનો નોંધી, આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, HC અમરભા કનુભા ગઢવી, PC મુન્નાભાઈ નાનજીભાઈ રાઠોડ, PC અશ્વિનભાઇ કરશનભાઇ સહીતના પોલીસ અધિકારી/કર્મચારીઓ રોકાયેલા હતા. જયારે આ પ્રકારની કાર્યવાહી બોગસ ડોકટરો સામે લાલબત્તી સમાન છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top