ચોટીલા પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદથી ₹ ૧,૦૬,૮૦૦ની કિંમતના પાંચ ખોવાયેલા મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.બી. વલવીની દેખરેખમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઇ ભીખાભાઇ ભુસડીયાએ CEIR પોર્ટલનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને આ સફળતા મેળવી છે.
પરત કરાયેલા મોબાઇલ ફોનના મૂળ માલિકોમાં વડોદરાના રાકેશભાઈ રોહિત, ચોટીલાના સુમીતભાઇ શૈલેષભાઇ વાલાણી અને વનરાજભાઇ જગુભાઇ વાળા, સાયલાના હરેશભાઇ હાજાભાઇ તરગટા અને ચોટીલાના વિલાસબેન ગેલાભાઇ સરૈયાનો સમાવેશ થાય છે.