દસાડા પોલીસ સ્ટેશન ના વડગામના ચકચારી લુટ વીથ મર્ડરના બનાવનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

0
શ્રી અશોકકુમાર યાદવ સાહેબ (IPS) પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, રાજકોટ નાઓની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ડૉ.ગીરીશ પંડ્યા સાહેબ (IPS) નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ખુન, ખુનની કોશીષ, લુંટ, વાડ, ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓને મુદામાલ સાથે શોધી કાઢવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરી પરીણામલક્ષી કામગીરી કરવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.જે.જાડેજા નાઓને સુચના આપેલ હતી. 
જે અન્વયે એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી જે.વાય પઠાણ નાઓએ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી દસાડા પો.સ્ટે.ના વડગામ ખાતે ગઇ તા.૨૮/૧૨/૨૦૨૪ ના રોજ આ કામના મરણજનાર શાંતાબેન શંકરભાઇ ડોડીયા ઉ.વ.૭૧ રહે વડગામ વાળા તેઓના મકાનની બેઠકમાં સુતા હતા ત્યારે કોઇ અજાણ્યા ઇસમે ચોરી કરવાના ઇરાદે મકાનમાં પ્રવેશ કરી મરણ જનારે કાનમા પહેરેલ સોનાના વારીયા ખેંચીને ઇજા કરી તથા હાથમાં પહેરેલ સોનાની બંગડીઓ ની લુંટ કરીને મરણ જનારને ગળુ દબાવી અથવા મોઢા ઉપર ડુમો દઇને મારી નાખી ગુનો કરેલ હોય જે ગુનાની તપાસ પ્રથમ દસાડા પો.સ્ટે ખાતે ત્યાર બાદ સુરેન્દ્રનગર એલ.સી.બી.ને સોપવામા આવેલ હતી.
આ ગંભીર પ્રકારના લુટ વીથ મર્ડરના અનડીટેકટ ગુનાને ડીટેક્ટ કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ડૉ.ગીરીશ પંડયા સાહેબ (IPS). નાઓની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.ડી પુરોહીત સાહેબ, ધ્રાંગધ્રા ડીવિઝન નાઓના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામાં આવેલ જે સીટને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ તથા બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી ગુનો ડીટેકટ કરવા ભારપુર્વક જણાવેલ હોય જે અન્વયે એલ.સી.બી.ટીમ તે દીશામાં પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.સુરેન્દ્રનગર નાઓને હ્યુમન સોર્સ દ્વારા હકીકત મળેલ કે, આ ફ્રુટ વીથ મર્ડરના ગુનાનો આરોપી સતીષભાઇ રમેશભાઇ રાજપરમાર ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે કીખલોડ તા.બોરસદ જી.આણંદ વાળો વડગામ ખાતેથી ગુનો કરી મુદામાલ લઈને પોતાના વતન કીખલોડ તા.બોરસદ જી.આણંદ ખાતે છુપાયેલ છે તેવી બાતમી હકીકત આધારે તે શંકાસ્પદ ઇસમને યુક્તિ પ્રયુક્તિથી આગવી ઢબે પુછપરછ કરતા મજકૂર ઇસમ ભાંગી પડેલ અને પોતે આ ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને સદર ગુનાના કામે અટક કરી રીમાન્ડ મેળવી આરોપીની વધુ પુછપરછ કરતા ગુનામા ગયેલ સોનાના ઘરેણા પોતાના વતનમાં સંતાડેલ હોવાની કબુલાત આપતા આરોપીને સાથે રાખી તેના વતન ખાતે તપાસ કરી સદરહુ ગુનામા ગયેલ તમામ મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
કબજે કરેલ મુદામાલ...
(૧) સોનાની બંગડી નંગ-૦૨ કી.રૂ.૧,૪૭,૦૦૦, (૨) સોનાના કાનમા પહેરવાના વારીયા નંગ-૦૬ કી.રૂ.૧,૨૪,૦૦૦ (૩) આરોપીએ બનાવ સમયે પહેરેલ એક જોડી કપડા મળી કુલ મુદામાલ કી.રૂ.૨,૭૧,૦૦૦/-

ડીટેકટ કરેલ ગનો.  
દસાડા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૧૧૦૧૪૨૪૦૪૩૧/૨૦૨૪ બી.એન.એસ. ક.૧૦૩(૧), ૩૦૯(૨), ૩૦૯(૪), ૩૩૧(૮) મુજબ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
(૧) શ્રી જે.ડી.પુરોહીત નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડિવિઝન (૨) શ્રી જે.જે.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.સુરેન્દ્રનગર (૩) શ્રી જે.વાય.પઠાણ પો.સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.સુરેન્દ્રનગર તથા એલ.સી.બી.સુરેન્દ્રનગરના પો હેડ કોન્સ. પરીક્ષીતસિહ ઝાલા તથા પો હેડ કોન્સ યશપાલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. મેહુલભાઇ મકવાણા તથા પો.કોન્સ પ્રતાપસિહ રાઠોડ તથા પો.કોન્સ. કુલદીપભાઇ બોરીયા તથા પો.કોન્સ કિશનભાઇ ભરવાડ તથા પેરોલ ફર્લો સ્કોડના પો હેડ કોન્સ. ભુપતસિંહ રાઠોડ તથા પો હેડ કોન્સ ચેહરભાઇ તથા પો.કોન્સ સજયભાઇ પાઠક તથા પો.કોન્સ શક્તિસિંહ ચૌહાણ તથા ડ્રા.પો.કોન્સ વિજયસિંહ રાઓલ તથા ડ્રા.પો.કોન્સ વિજયસિંહ બોરાણા તથા ડ્રા.પો.કોન્સ અનિરુધ્ધસિહ ઝાલા વિગેરે એરીતેની ટીમ દ્વારા ફ્રુટ વીથ મર્ડર ના ગુનાનો આરોપી તથા મુદામાલ શોધી કાઢેલ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top