સડલા ગામમાં ગેરકાયદેસર માટી ખનન પર નાયબ કલેક્ટર ચોટીલાની ટીમનો દરોડો : બે કરોડનો મુદ્દામાલ જપ્ત

0
 
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે શુક્રવારે, ૩૧ મે ૨૦૨૫ ના રોજ સાંજે ૬:૧૫ કલાકે મુળી તાલુકાના સડલા ગામના તળાવ પાસેની સરકારી માલિકીની જમીનમાં આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ટીમને મોટા પાયે ગેરકાયદેસર સફેદ માટીનું ખનન થતું હોવાનું ધ્યાને આવ્યું હતું.
આથી આ અંગે ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ટીમે સ્થળ પરથી ૩ ડમ્પર, ૧ હિટાચી મશીન, અને ૪ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૨,૦૦,૫૦,૦૦૦ (બે કરોડ પચાસ હજાર પૂરા) નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી, મુળી ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વધુ તપાસ કરતા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમને સ્થળ પર ખૂબ જ મોટા પાયે સફેદ માટીનું ગેરકાયદેસર ખનન થયેલું જણાયું હતું. આ અંગે સર્વેયર દ્વારા માપણી કરાવીને ગેરકાયદેસર ખનન કરનાર ઇસમો જયપાલસિંહ કાઠિયા (જાતે: કારડીયા રાજપૂત, રહે. મુળી, તાલુકો મુળી) અને મુકેશ જાદવ (જાતે: ઠાકોર, રહે. સડલા, તાલુકો મુળી)
સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. "The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017" ના નિયમોના નિયમ ૨૧(૩) મુજબ, તેમની પાસેથી જે કાંઈ રકમ વસૂલ કરવાની થશે તે માટેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે તેમ ચોટીલા નાયબ કલેક્ટરની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top