પાટડીમાં આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન: રાજરાજેશ્વરી ઇલેવન વિજેતા

0
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં શ્રી સૂરજમલજી હાઈસ્કુલના મેદાનમાં આયોજિત "સામાજિક સમરસતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ"ની ફાઇનલ મેચનો રોમાંચક મુકાબલો રમાયેલી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં રાજ રાજેશ્વરી ઇલેવને શાનદાર વિજય મેળવ્યો છે.
શ્રી રામ આર.ડી ઇલેવન અને શ્રી રાજરાજેશ્વરી ઇલેવન વચ્ચે યોજાયો હતો. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવાનો હતો.
ફાઇનલ મેચ દરમિયાન વિજેતા ટીમ શ્રી રાજરાજેશ્વરી ઇલેવનને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જ્યારે રનર અપ ટીમ શ્રી રામ આર.ડી ઇલેવનને પણ સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા ફાઇનલ મેચના તમામ ખેલાડીઓને મળીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
આ ટુર્નામેન્ટની એક વિશેષતા એ હતી કે, ફાઇનલ મેચની શરૂઆત પૂર્વે 'ઓપરેશન સિંદૂર'ની સફળતા અને ભારતીય સેના દ્વારા દર્શાવવામાં આવેલ શૌર્યનું સન્માન વ્યક્ત કરવા માટે રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવી હતી.
આનાથી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા રમતગમતની સાથે સાથે સામાજિક મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવનાનું પણ સિંચન થાય છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top