નાયબ કલેક્ટર-મામલતદારની રેકી કરનાર શખ્સની કાર જપ્ત, ધરપકડ વોરંટની તજવીજ

0

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને વહન કરતા તત્વોને મદદ કરવા સરકારી વાહનોની રેકી કરનાર એક શખ્સની કાર જપ્ત કરવામાં આવી છે. નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા, ચોટીલાને ઘણા સમયથી ચોહાણ ઘનશ્યામભાઈ વજુભાઈ (રહે. વસ્તડી, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર) સરકારી ગાડીઓની દરરોજ રેકી કરી, માહિતી અન્ય વ્યક્તિઓ અને વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આજે, ૩૦ મે, ૨૦૨૫ ના રોજ વહેલી સવારે ૩:૩૫ કલાકે, ચોટીલાના પીપરાળીના ભોગાવા પાસેથી નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમે "પોલીસ" લખેલ બોર્ડવાળી બ્લેક કલરની બલેનો કાર (નંબર GJ 03 PA 5468) ને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલક ઘનશ્યામભાઈ વજુભાઈ ચૌહાણ કાર છોડીને નાસી ગયા હતા. તેમની કાર જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવી છે.
હવે, કાર ચાલક ચોહાણ ઘનશ્યામભાઈ વજુભાઈની ધરપકડ કરવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર શ્રી ચોટીલા દ્વારા વોરંટ કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે તંત્રની કડક કાર્યવાહીનો સંકેત આપે છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top