દિવ્યાંગ તરણવીર ગરિમા વ્યાસની સિદ્ધિને બિરદાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:ખાસ ખેલ મહાકુંભમાં ગરિમા વ્યાસે બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ મુખ્યમંત્રીશ્રી પ્રસન્નતા વ્યક્ત કરી

0
સ્પેશિયલ ખેલ મહાકુંભની તૃતીય આવૃત્તિની તરણ સ્પર્ધામાં બે ગોલ્ડ મેળવનારી વડોદરાની દિવ્યાંગ ખેલાડી શ્રી ગરિમા વ્યાસની આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી છે.  મુખ્યમંત્રીશ્રીએ પાઠવેલા શુભેચ્છાપત્રમાં જણાવાયું છે કે, વડાપ્રધાનશ્રીએ પ્રયોજેલો ‘દિવ્યાંગ' શબ્દ આપ જેવા પ્રતિભા સંપન્ન, અડગ મનોબળ ધરાવતા પરિશ્રમી વ્યક્તિઓ દ્વારા સાર્થક સિદ્ધ થતો જોઈને આનંદ થાય છે. તંદુરસ્ત વ્યક્તિઓને માટે પણ કઠિન એવી સફળતા પ્રાપ્ત કરી ગરિમાબેને અલગ ચીલો ચાતર્યો છે.  મહિલાઓ આજે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિનો પરચમ લહેરાવી રહી છે એનું ઉત્તમ ઉદાહરણ ગરિમાબેન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં વર્ષ ૨૦૧૦થી પ્રતિવર્ષ “ખેલ મહાકુંભ”ના આયોજન કરાવ્યાં હતાં. વર્તમાન સરકાર પણ આ પરંપરાને પ્રતિબદ્ધતા સાથે નિભાવી રહી છે. જેના પરિણામે યુવાનોને પોતાના રમતગમતનું કૌશલ્ય દર્શાવાના ઉત્તમ અવસરો પ્રાપ્ત થઈ રહ્યા છે.
યુવાનોની રમતગમતમાં રુચિ અને સજ્જતામાં સારા પરિણામે વધારો વધારો થઈ રહ્યો છે. પાવાગઢના પર્વતોમાં ટ્રેકિંગ દરમિયાન થયેલ અણધાર્યા અકસ્માતમાં શરીરના કમરથી નીચેના ભાગમાં સંવેદનશૂન્યતા આવી ગઈ. આવા મોટા અવરોધને પણ આત્મવિશ્વાસ અને મહેનતથી પાર કરીને ગરિમાબેન સ્વિમર બન્યા અને સ્વિમિંગના ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહ્યા એ બાબત બિરદાવવા લાયક છે.
વિકટ પરિસ્થિતિ સામે બાથ ભરીને આપે પ્રાપ્ત કરેલ સફળતા અનેક રમતવીરો માટે પ્રેરક છે. સામાન્ય, નાની-નાની વાતોમાં હિંમત હારી જતા અને હતાશાનો ભોગ બનતા યુવાનો માટે આપનું જીવન પથદર્શક છે. આપની અદમ્ય હિંમત, સાહસ અને પરિશ્રમની ફળશ્રુતિ સ્વરૂપે આપને મળેલ સફળતા સરાહનીય છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top