જામવાળીની મહેસૂલી ચોકી પર નાયબ કલેક્ટરનો સપાટો: ગેરકાયદેસર કોલસા ખનનનો પર્દાફાશ, લાખોનો મુદ્દામાલ જપ્ત

0
ચોટીલા પ્રાંતના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા અને તેમની ટીમે ગત રાત્રે મોજે.જામવાળી ખાતે આવેલ મહેસૂલી ચોકી પર આખી રાત ચોકી પહેરો કર્યો હતો. આ દરમિયાન, રાત્રિના આશરે 3 વાગ્યાની આસપાસ, ટીમે એક ટ્રક (રજી. નં. GJ-03-CU-9468) અને એક લોડરને ગેરકાયદેસર કોલસા ખનન કરતાં રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલ લોડરના માલિક વિજયભાઈ અલગોતર (રહે. જામવાળી, તા. થાનગઢ) કાર્બોસેલના કુવાઓ ખાતે ચરખી માંડીને ખોદકામ શરૂ કરવાની તૈયારીમાં હતા. તે દરમિયાન, તેમણે થોડો કોલસો કાઢીને ટ્રકમાં ભરવાનું શરૂ કર્યું હતું, ત્યારે જ નાયબ કલેક્ટરની ટીમે દરોડો પાડીને તેમને ઝડપી લીધા હતા.
અધિકારીઓએ ઘટનાસ્થળેથી બાકીનો કોલસાનો જથ્થો પણ લોડર વડે ટ્રકમાં ભરાવી દીધો હતો. આ કાર્યવાહીમાં એક ટ્રક, એક લોડર, એક ચરખી અને અંદાજે 20 મેટ્રિક ટન કાર્બોસેલ મળીને કુલ ₹ 36,00,000/- લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જપ્ત કરાયેલા તમામ વાહનોને મામલતદાર કચેરી ચોટીલા ખાતે લાવવામાં આવ્યા છે અને કસુરદારો વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ કલેક્ટર અને તેમની ટીમની આ સરાહનીય કામગીરીથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવામાં મદદ મળશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top